અંધેરી અને બોરીવલી સ્ટેશનોમાં સૌથી વધારે ચોરી/લૂંટ થાય છે

મુંબઈ, તા. 23 : રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ કરેલા અભ્યાસ પ્રમાણે પશ્ચિમ રેલવેમાં અંધેરી, બોરીવલી, બાંદ્રા, મલાડ અને દાદર સ્ટેશનમાં ઉતારુઓની પ્રોપર્ટીને સંબંધિત ગુનાઓ મહત્તમ થાય છે.
રેલવેમાં થતા ગુનામાં મોટા ભાગના પેસેન્જરની કીમતી વસ્તુઓની ચોરી કે લૂંટના હોય છે. છેલ્લાં બે વર્ષથી આ પાંચ સ્ટેશનોને પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં થતી ચોરી અને લૂંટના 75 ટકા બનાવો નોંધાયા છે. સૌથી વધારે ચોરાતી વસ્તુઓમાં મોબાઈલ ફોન અને રોકડા નાણાંનો સમાવેશ થાય છે. આરપીએફએ આ ડેટાનો ઉપયોગ કરીને ગુનાનો દર ઓછો કરવા ઍક્શન પ્લાન બનાવ્યો છે. ગયા વર્ષે ચોરી/લૂંટના 16,700 કેસમાંથી 3767 કેસ અંધેરીમાં નોંધાયા છે.
અંધેરી સ્ટેશન પશ્ચિમ રેલવેનાં ઉપનગરોમાં સૌથી ભીડવાળું સ્ટેશન છે. આ સ્ટેશનના વ્યૂહાત્મક લૉકેશન અને મુંબઈ મેટ્રો તથા હાર્બર લાઈન સાથેની કનેક્ટિવિટીને લીધે સાડા છ લાખ પ્રવાસીઓ આ સ્ટેશનનો દરરોજ ઉપયોગ કરે છે. પેસેન્જરોની વસ્તુની ચોરી/લૂંટમાં બીજો નંબર બોરીવલી સ્ટેશનનો છે. અહીં 2018માં 2892 કેસ નોંધાયા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer