પોંઝી યોજના પર પ્રતિબંધ મૂકતો વટહુકમ મંજૂર

નવી દિલ્હી, તા. 23 : નિયમબાહ્ય રોકાણ મેળવતી બધી પોંઝી યોજના પર પ્રતિબંધ મૂકતા વટહુકમ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષર કર્યા હતા. આને લીધે લાખો લોકોની ફસામણી કરતી રોકાણ યોજના પર કડક બંદી આવશે.
પોંઝી યોજના પર પ્રતિબંધ મૂકતો ઠરાવ 13 ફેબ્રુઆરી, 2018એ લોકસભામાં મંજૂર કરાયો હતો. આ ખરડો રાજ્યસભામાં મંજૂર થયો નહોતો ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાનમંડળે એક વટહુકમ તૈયાર કરીને રાષ્ટ્રપતિને મોકલાવ્યો હતો અને રાષ્ટ્રપતિએ આ વટહુકમને મંજૂરી આપી હતી.
પોંઝી સ્કીમના માધ્યમથી નાના રોકાણકારોની ફસામણી ન થાય એ માટે સરકારે મોટું પગલું ઉઠાવ્યું છે.
આ વટહુકમને લીધે શારદા કૌભાંડ જેવા ચીટ ફંડ પર અંકુશ મૂકવામાં સરકારને સત્તા મળશે. વધારેમાં વધારે રીટર્ન દેવાની લાલચ કરનારી યોજનાના પ્રચાર અને પ્રસાર પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
આ યોજના શરૂ કરનારને એકથી દસ વર્ષની સજાનું આમાં પ્રાવધાન છે. આવી વ્યક્તિને બે લાખથી 50 કરોડ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ પણ આ વટહુકમમાં છે.
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer