`હું તને જોઈ લઈશ'' એ ધમકી નથી : ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ, તા. 23 : ઘણી વખત ઝઘડા દરમિયાન સામસામે હું તને જોઈ લઈશે જેવા શબ્દો કહેવામાં આવે છે. પરંતુ હવે આવું કહ્યા બાદ ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે ગુજરાત હાઈકોર્ટે `હું તને જોઈ લઈશ'ને અપરાધિક ધમકી માનવાનો ઈનકાર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં એક વકીલ સામેની એફઆઈઆરને અમાન્ય ઘોષિત કરતા આ ફેંસલો આપ્યો હતો. 
સાબરકાંઠા જીલ્લાના વકીલ મોહમ્મદ મોહસિન છાલોતિયાએ 2017માં પોલીસ કર્મીઓને જોઈ લઈશ અને હાઈકોર્ટમાં ઢસડી જઈશ તેવી ધમકી આપી હતી. ત્યારથી જ વકીલ છાલોતિયા જેલમાં બંધ છે. આ મામલે જેલમાં બંધ વકીલ છાલોતિયાએ હાઈકોર્ટનો દરવાજો ખઅડાવ્યો હતો. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ એ. એસ. સુપેહિયાએ કહ્યું હતું કે, કોઈને હું તને જોઈ લઈશ કહેવું એ કોઈ ધમકી નથી. જેનાથી પીડિતના મગજમાં ડર પેદા થાય તેને ધમકી કહેવામાં આવે છે. આ ફેંસલો આપીને હાઈકોર્ટે વકીલ સામેની એફઆઈઆર રદ કરી હતી. મોહસિન છાલોતિયા 2017માં જેલમાં બંધ પોતાના અસીલને મળવા ગયા હતા. ત્યાં પોલીસે વકીલને રોકતા હાઈકોર્ટમાં ઢસડી જવાની અને જોઈ લેવાની વાત કરી હતી.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer