મુંબઈ મહાપાલિકા પાંચ અૉકટ્રૉય નાકાંને ટ્રાન્સપોર્ટ હબ બનાવશે

મુંબઈ, તા. 22 : બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ શહેરનાં પાંચ ઓકટ્રોય નાકાં (ચેક પોઇન્ટ)ને પરિવહનનાં કેન્દ્ર બનાવવાની દરખાસ્ત મૂકી છે. આ હબમાં કાં તો આંતરરાજ્ય બસ ટર્મિનલ અથવા તો ગૂડ્સ ટર્મિનલ બનાવામાં આવશે. આ હબ લંડન, નવી દિલ્હી કે ચેન્નઈ જેવા હશે. પાલિકાનાં સાધનો કહે છે કે આ હબને લીધે ભારેખમ વાહનોને લીધે અને રોડ પર વાહનોના પાર્કિંગને લીધે થતા ટ્રાફિક જામને રોકી શકાશે. પાલિકા કમિશનર અજોય મહેતાએ પાર્કિંગ અૉથોરિટીને આ દરખાસ્તનો અભ્યાસ કરવા જણાવ્યું છે. 
પાંચ અૉકટ્રૉય નાકાં મુંબઈ-પનવેલ હાઇવે (માનખુર્દ), ઈસ્ટન એક્સપ્રેસ હાઇવે (મુલુન્ડ પૂર્વ), વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (દહીસર), મુલુન્ડ-ઐરોલી લિંક રોડ (ઐરોલી) અને લાલબહાદુર શાત્રી માર્ગ (મુલુન્ડ) છે. ગૂડ્સ ટર્મિનલમાં ભરે વાહનો માલ નાના ડિલિવરી વેહિકલમાં ઉતારાશે અને આ નાનાં વાહનો સવારે પણ શહેરમાં પ્રવેશી શકશે.
શહેરની હદમાં પ્રવેશતાં વાહનો પાસે જકાતવેરો લેવાતો હતો અને આ પાલિકાની સૌથી તગડી આવક હતી. જોકે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ 2017માં દાખલ કરાયા બાદ અૉકટ્રૉય નીકળી ગયો હતો. 
 હાલમાં આ ચેકપોઇન્ટ પર સ્કૂલ બસ, ટ્રક અને સરકારી અને ખાનગી બસ પાર્ક કરાય છે. અનેક સંસ્થાઓએ આવા ગેરકાયદે પાર્કિંગનો વિરોધ કર્યો છે. જોકે આ સંસ્થાઓએ અૉકટ્રૉય નાકાને ટ્રાન્સપોર્ટ હબમાં રૂપાંતિરત કરવાની દરખાસ્તને આવકારી છે. 
પાલિકા આયુક્તે કહ્યું હતું કે ચેક પોઇન્ટસનો વ્યાપક જનતાના લાભ માટે ઉપયોગ કરાશે. શહેરને ટ્રાન્સપોર્ટ હબની જરૂર છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer