પુણેમાં લોકપ્રિય બની ગાર્ડન રિક્ષા : પક્ષીનો કલરવ અને નિસર્ગનો આનંદ

પુણેમાં લોકપ્રિય બની ગાર્ડન રિક્ષા : પક્ષીનો કલરવ અને નિસર્ગનો આનંદ
પુણે, તા. 23 : રવિવાર પેઠના 45 વર્ષના રહેવાસી અને તેની અૉટારિક્ષા પેસેન્જર અને રાહદારીઓને નિસર્ગની અનુભૂતિ કરાવે છે. ઇબ્રાહીમ ઇસ્માઈલ એક વર્ષથી અૉટો ચલાવવાનું કામ કરે છે. તેણે બે મહિના અગાઉ અૉટોનું રૂપાંતર કરવાનું શરૂ કર્યું હતું. તેણે અૉટોના આંતર અને બાહ્ય ભાગો કૃત્રિમ ઘાસથી ઢાંકી દીધા છે. બેઠકો પણ ઘાસથી કવર કરાઈ છે. પેસેન્જર એની અૉટોમાં બેસે તો તેમને ગાર્ડનમાં બેસ્યા હોય એવો અહેસાસ થાય છે. વિવિધ પ્રાણી અને પક્ષીના ફોટા લગાડવામાં આવ્યા છે. સાઉન્ડ સિસ્ટમમાં પક્ષીનો કલરવ સંભળાય છે. વાહનમાં કૃત્રિમ ફૂલો પણ મૂકવામાં આવ્યાં છે. વિવિધ પ્રકારની રંગીન લાઈટ મુકાઈ છે. તંબોલીએ ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે. જો પેસેન્જર ચોક્કસ રંગ ઇચ્છે તો ચાલક એ પ્રમાણે એડજસ્ટ કરી આપે છે. આ રિક્ષાને નિસર્ગનું રૂપ આપવા 25,000 રૂપિયાનો ખર્ચ કરાયો છે. આ આખો ફેરફાર ઇબ્રાહીમે પોતે કર્યો છે. ઇબ્રાહીમ કહે છે કે હું પેસેન્જરને કોઈ પણ ટ્રીપ માટે કદી ના પાડતો નથી. હું તેમને લીલોતરી અને નિસર્ગનું મહત્ત્વ સમજાવું છું. મને નાનપણથી નિસર્ગ સાથે લગાવ છે.
પુણેના રસ્તા પર આ ગાર્ડન રિક્ષા લોકપ્રિય બની ગઈ છે. આ રિક્ષામાં બેસવાથી ઉતારુઓની તાણ-તણાવ દૂર થઈ જાય છે. પેસેન્જરો પણ મારી રિક્ષાના મુક્ત મને વખાણ કરે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer