દુનિયાના 500 અમીરોમાં મુકેશ અંબાણી 12મા ક્રમે

દુનિયાના 500 અમીરોમાં મુકેશ અંબાણી 12મા ક્રમે
નવી દિલ્હી, તા. 23 : દુનિયાના 500 સૌથી વધુ અમીર લોકોમાં કુલ 19 ભારતીયો છે, પરંતુ ટોપ-10માં કોઈ નથી. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી પણ 12મા ક્રમે છે. તેમની નેટવર્થ 48 અબજ ડૉલર (3.40 લાખ કરોડ) છે. 
બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ દુનિયાના 500 અમીરોનું રેન્કિગ દર્શાવે છે. જે રોજ અમેરિકન શેરબજાર બંધ થયા પછી નેટવર્થના આધારે નક્કી થાય છે. 
ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના પ્રેસિડન્ટ સર્ગે બ્રિનની નેટવર્થ 53.2 અબજ ડોલર (3.77 લાખ કરોડ) છે. બિલેનિયર ઈન્ડેક્સમાં તેઓ 10મા નંબરે છે. મુકેશ અંબાણીની નેટવર્થમાં રૂ. 37,000 કરોડનો વધારો થશે ત્યારે તેઓ બ્રિનને બરાબર પહોંચશે.  જુલાઈ 2018માં મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બન્યા હતા. તેમણે ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીના અલીબાબા ફાઉન્ડર અને ચૅરમૅન જેક માને પાછળ મૂકી દીધા હતા. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સમાં જેક હાલ 19મા ક્રમે છે. તેમની નેટવર્થ 41.6 અબજ ડોલર (રૂ. 2.95 લાખ કરોડ) છે. તેઓ ચીનના સૌથી વધુ અમીર વ્યક્તિ છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer