યાસીન મલિકની ધરપકડ

યાસીન મલિકની ધરપકડ
જમ્મુ કાશ્મીર, તા. 23 :  ભાગલાવાદી નેતા યાસીન મલિકની શ્રીનગરના માઇસુમામાં સ્થિત ઘરમાંથી સુરક્ષા દળે ધરપકડ કરી છે. તે બાદ પૂછપરછ માટે તેને કોઠી બાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે સંવિધાનની કલમ 35-અ પર સુનાવણી પહેલાં એહતિયાતન પ્રશાસન દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. 
જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદને હવા આપનારા મોટા નેતાઓમાં શામેલ યાસીન મલિકની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે. યાસીન મલિક જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રંટનો વડો છે. સમાચાર એજન્સી મુજબ ઘાટીમાં પોલીસ અને અર્ધસૈનિક દળને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. ગૃહમંત્રાલયે અર્ધ સૈનિક દળની 100 કંપનીઓને જમ્મુ-કાશ્મીર મોકલી છે. જોકે હાલમાં કોઈ અન્ય નેતાની ધરપકડ કે અટકાયતના સમાચાર નથી. યાસીન મલિકની ધરપકડ એટલે ખાસ છે કારણકે માત્ર બે દિવસ બાદ જ સોમવારે જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપનારી સંવિધાનની કલમ 35-અ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. 
જમ્મુ-કાશ્મીર પ્રશાસને પુલવામામાં હુમલાના 8 દિવસમાં આ પગલું ભર્યું છે. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા. 
આ વચ્ચે જમ્મુ-કશ્મીરમાં મોટી સંખ્યામાં અર્ધસૈનિક દળને મોકલવાની ખબર સામે આવી છે. ગૃહમંત્રાલયે અર્ધસૈનિક દળની 100 કપંનીઓને ઘાટીમાં મોકલી છે. જેમાં સીઆરપીએફની 35, બીએસએફની 35, એસીબીની 10 અને આઈટીબીપીની 10 કંપનીઓ સામેલ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer