વૈશ્વિક હીરાની માઈનર્સ કંપનીઓ એક તૃતીયાંશ જેટલું ઉત્પાદન ઘટાડશે

વૈશ્વિક હીરાની માઈનર્સ કંપનીઓ એક તૃતીયાંશ જેટલું ઉત્પાદન ઘટાડશે
મુંબઈ, તા.14 : છેલ્લાં બે વર્ષમાં હીરાની માઈનર્સે કંપનીઓએ વૈશ્વિક ધોરણે ખૂબ જ વધુ ઉત્પાદન કર્યું છે, જેને લીધે હીરા પ્રત્યેનું આકર્ષણ ઘટયું છે. છેલ્લાં બે વર્ષમાં વૈશ્વિક રફ હીરાનું ઉત્પાદન 15 કરોડ કેરેટ છે, જે અત્યાર સુધીમાં સર્વોચ્ચ છે. જોકે, વિશ્વની આઠ અગ્રણી ડાયમંડ માઈનિંગ કંપનીઓએ યોજના બનાવી છે કે તે હીરાનું મૂલ્ય સુધારવા માટે ઉત્પાદન એક તૃતીયાંશ જેટલું ઘટાડશે. 
હાલમાં અનપોલિશ્ડ અથવા રફ હીરાના ભાવ ઘટયા છે, એમ ડાયમંડ પ્રોસેસર્સ એસોસિયેશનના ચીફ એક્ઝિયુટિવ ઓફિસર જેન-માર્ક લિબરહઅરે કહ્યું હતું. આ એસોસિયેશન આઠ વૈશ્વિક અગ્રણી માઈનર્સનું બનેલું છે, જેમાં અલ રોસા, એગ્રાઈલ અને ડીબિયર્સ મુખ્ય છે. વિશ્વના કુલ હીરાની ખાણમાં 75 ટકા હિસ્સો આ આઠ કંપનીઓનો છે. અમેરિકાની બજાર હજી આકર્ષક છે, પરંતુ વર્ષ 2017ની સરખામણીએ તો નબળી જ છે કેમ કે યુએસ ડૉલર અને ઈક્વિટી હીરાનું આકર્ષણ ઘટાડી રહી છે.
ભારત વિશ્વનું સૌથી મોટું હીરા પોલિશિંગ કેન્દ્ર છે, વિશ્વના કુલ પોલિશ્ડ હીરામાં 85 ટકા હિસ્સો ભારતનો છે. જોકે, જેન-માર્કે કહ્યું કે, ભારતમાં પણ પોલિશ્ડ હીરાના ભાવ નબળા રહેશે અને પોલિશિંગ એકમો અને કંપનીઓએ ફક્ત માગના હિસાબે જ સ્ટોક રાખવો પડશે. તેમને સ્ટોક બદલવાની ચિંતા થશે. ચૂંટણી પહેલાં લક્ઝરી આઈટમો જેવી કે હીરા માટેની માગ ઘટી છે. જોકે, ભારતમાં સ્થાનિક વેચાણ માટે વિશાળ તક છે. ભારતમાં વેચાણ હાલના સ્તરથી છથી સાત ટકા વધ્યું છે. 
ધ ડાયમંડ પ્રોડયુસર્સ એસોસિયેશન (ડીપીએ)એ એસએન્ડપી ગ્લોબલને કહ્યું છે કે તે ડાયમંડ માઈનિંગ માટે એક રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત કરે. આ રિપોર્ટમાં માઈનિંગના પર્યાવરણ, આર્થિક અને સામાજિક જીવનમાં થતા લાભનો ઉલ્લેખ હશે. હીરાની પ્રતિષ્ઠા વધારવા માટે કેમ્પેઈન કરવામાં આવશે અને ભારતીય એકમોને સિન્થેટીક હીરાની તપાસ માટે મદદ કરવામાં આવશે. ડીપીએ ભારતીય હિસ્સાધારકો જેવા કે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સાથે કામ કરી રહી છે.
ભારતીય જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર ઓછા વેચાણને લીધે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યું છે, જેનું મુખ્ય કારણ ગયા વર્ષે મોટા કૌભાંડ બાદ કાર્યકારી મૂડીની અછત છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer