બી-737 મેક્સ પ્રકરણ બાદ સ્પોટ હવાઈભાડાંમાં તોતિંગ વધારો

બી-737 મેક્સ પ્રકરણ બાદ સ્પોટ હવાઈભાડાંમાં તોતિંગ વધારો
નવી દિલ્હી, તા.14 : રવિવારે ઈથોપિયન એરલાઈન્સ મેક્સના અકસ્માત બાદ ભારતે બુધવારે નક્કી કર્યું કે તે બોઈંગ 737 મેક્સને ગ્રાઉન્ડેડ કરી દેશે. બુધવારે સાંજે ચાર વાગ્યાથી આ આદેશ અમલમાં આવ્યો હતો. યુરોપ, યુકે, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ચીને પણ બી737 મેક્સને ટેકઓફ અને લેન્ડિંગ માટે તેમના પરિક્ષેત્રમાં પરવાનગી આપી નહીં.
પરિણામે હવાઈ ભાડાના ભાવ નોંધપાત્ર વધ્યા છે. મુંબઈ-હૈદરાબાદનું એરપોર્ટ ઉપર સ્પોટ હવાઈભાડું 14મી માર્ચે રૂા.17,501 હતું, જે ગત વર્ષના સમાન ગાળામાં (14/3/18) રૂા.2229 હતું. મુંબઈથી ચેન્નઈ રૂા.20,329 છે, જે ગયા વર્ષે રૂા.5671 હતું. મુંબઈ-દિલ્હીનું ભાડું રૂા.13,495 છે, જે રૂા.5702 હતું. બેંગલુરુથી દિલ્હીનું હવાઈભાડું વધીને $10,027 છે, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂા.5960 હતા, મુંબઈથી બેંગલુરુ રૂા.12,693 થયું છે, જે ગત વર્ષની 14મી માર્ચે માત્ર રૂા.3807 હતું. બેંગલુરુથી મુંબઈ માટે રૂા.12,693નો ભાવ ચાલી રહ્યો છે, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂા.3472 હતો. દિલ્હીથી કોલકાતા રૂા.11,568 નો ભાવ ચાલી રહ્યો છે, જે ગયા વર્ષે રૂા.5795 હતો. દિલ્હીથી મુંબઈ માટે રૂા.13,369 હવાઈભાડું છે, જે અગાઉ રૂા.10,906 હતું. ચેન્નઈથી દિલ્હી રૂા.8762 છે, જે ગયા વર્ષની ચૌદમી માર્ચે રૂા.4655 હતું.  
છેલ્લા પાંચ મહિનામાં આવી બીજી ઘટના બની છે. ઈન્ડોનેશિયાની લાયન એર બી737 મેક્સ ફ્લાઈટ ગયા અૉક્ટોબરમાં ક્રેશ થઈ હતી. આ બંને અકસ્માતમાં કુલ 343 લોકોનાં મૃત્યુ થયાં છે, આથી આ વિમાન ઉપર સલામતી બાબતે પ્રશ્નો થયા છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer