પાલિકાની હૉસ્પિટલોમાં દવાની અછત, દરદીઓ ભગવાન ભરોસે

મુંબઈ, તા. 14 : પાલિકાની હૉસ્પિટલોમાં દવાની અછતનો મુદો દિવસે-દિવસે ગંભીર બનતો જાય છે. આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. મુંબઈની બધી જ હૉસ્પિટલો માટેની દવાના કૉન્ટ્રેક્ટ એકસાથે મગાવવાના હોવાથી આખી પ્રક્રિયા હજી સુધી રખડી પડી છે અને હવે આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી આ પ્રક્રિયા મે મહિનામાં પૂરી થવાની સંભાવના છે. એટલે પાલિકાની હૉસ્પિટલોમાં કદાચ ચોમાસામાં જ દવાઓ પહોંચશે. છેલ્લા 7-8 મહિનાથી પાલિકાની હૉસ્પિટલોમાં દવાની ભારે અછત છે. 
પાલિકાની હૉસ્પિટલમાં દવાઓની અછતનો મુદ્દો સામે આવ્યા બાદ પ્રશાસને તપાસ કરી હતી. દવાઓની અછત પૂરી કરવા માટે તાત્કાલિક ટેન્ડર બહાર પાડીને ખરીદી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ટેન્ડર મગાવતાં પહેલાં સંબંધિત કંપનીઓ પાસેથી પુરવઠો પૂરો કરવા માટેની મંજૂરી લાવવામાં મોટા ભાગનો સમય વેડફાઈ ગયો હતો. ટેન્ડર-મંજૂરીના અનેક તબક્કા હોવાથી પણ ફાઇલ અટકી ગઈ હતી, પણ ટેન્ડરની મંજૂરી મળ્યા બાદ પણ કંપનીઓએ દવાનો પુરવઠો પૂરો કરવામાં ઘણો સમય વિતાવ્યો હતો. દર બે વર્ષે ખરીદવામાં આવતી દવાઓ માટે મુંબઈની બધી હૉસ્પિટલોમાંથી યાદી મગાવવામાં આવે છે. પછી વિભાગ-પ્રમુખો સાથે ચર્ચા કરીને ટેન્ડરપ્રક્રિયા કરવામાં આવે છે અને અૉર્ડર આપવામાં આવે છે છતાં યોગ્ય સમન્વય ન સધાયો હોવાથી કોઈક હૉસ્પિટલમાં દવાનો પુરવઠો વધુ પહોંચી જાય છે તો કોઈક હૉસ્પિટલમાં બહુ ઓછા પ્રમાણમાં પુરવઠો પહોંચે છે.  ઍડિશનલ કમિશનર આઇ. એ. કુંદને કહ્યું હતું કે જો જરૂરિયાત હોત તો ચૂંટણીપંચ પાસેથી મંજૂરી લઈને પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવશે. 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer