શમીની મુશ્કેલી વધી : કોલકાતા પોલીસે ચાર્જશીટ દાખલ કર્યું

શમીની મુશ્કેલી વધી : કોલકાતા પોલીસે ચાર્જશીટ દાખલ કર્યું
કોલકતા તા.14: વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી વધી છે. કોલકતા પોલીસે આજે તેના વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કર્યું છે. તેની સામે પોલીસે જે બે કલમ દાખલ કરી છે. તે બન્ને બિનજામીનપાત્ર છે. આથી ફરી એકવાર શમી માટે આઇપીએલમાં અને ટીમ ઇન્ડિયા તરફથી રમવું મુશ્કેલ બની શકે છે. શમી ભારતની વર્લ્ડ કપની યોજનાનો મહત્વનો હિસ્સો છે. પત્ની હસીન જહાંએ ઘરેલુ હિંસા, દહેજ, લગ્ન પછી બીજી મહિલા સાથે સંબંધ અને મેચ ફિકસીંગ સહિતના આરોપો મોહમ્મદ શમી પર લગાવ્યા છે. સંતાનમાં બન્નેને એક પુત્રી છે. જેની કસ્ટડી હાલ પત્ની હસીન જહાં પાસે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer