ઇન્ડિયન્સ વેલ્સમાં ફેડરર અને નડાલ કવાર્ટર ફાઇનલમાં

ઇન્ડિયન્સ વેલ્સમાં ફેડરર અને નડાલ કવાર્ટર ફાઇનલમાં
ઇન્ડિયન્સ વેલ્સ તા.14: સ્ટાર ખેલાડી રોઝર ફેડરર અને રાફેલ નડાલ ચોથા રાઉન્ડના મેચ જીતીને ઇન્ડિયન્સ વેલ્સ ટેનિસ ઓપનના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ફેડરર અને નડાલની સેમી ફાઇનલમાં ટકકર થઇ શકે છે. વિશ્વના બીજા નંબરના ખેલાડી નડાલે સર્બિયાના ખેલાડી ફિલિપ ક્રજિનોવિચને 6-3 અને 6-4થી હાર આપી હતી. જ્યારે અહીં રેકોર્ડ છઠ્ઠા ખિતાબ તરફ આગળ વધી રહેલા ફેડરરે બ્રિટનના ખેલાડી કાઇલ એડમંડને 6-1 અને 6-4થી હાર આપીને અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. નડાલ અહીં 2007, 2008 અને 2013માં ચેમ્પિયન બન્યો છે. જ્યારે ફેડરર ઇન્ડિયન્સ વેલ્સમાં છ વખત વિજેતા બની ચૂકયો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer