વર્લ્ડ કપ દૂર, જીતથી ટીમનું મનોબળ વધશે : ખ્વાઝા

વર્લ્ડ કપ દૂર, જીતથી ટીમનું મનોબળ વધશે : ખ્વાઝા
નવી દિલ્હી તા. 14: ભારત સામેની શ્રેણી વિજયમાં મેન ઓફ ધ સિરિઝ બનેલ કાંગારૂ ઓપનર ઉસ્માન ખ્વાઝાએ કહ્યુ છે કે વિશ્વ કપ હજુ દૂર છે, અમે હજુ એ વિશે વિચારતા નથી. ભારતને તેની જ ધરતી પર હાર આપવી મોટી ઉપલબ્ધિ છે. જેનો આનંદ માણી રહ્યા છીએ. ખ્વાઝાએ શ્રેણીની પ ઇનિંગમાં પ0, 38, 104, 91 અને 100 રનની ઇનિંગ રમી છે. અંતિમ મેચ બાદ ખ્વાઝાએ કહ્યુ આ જીત ટીમ માટે ઘણી મોટી છે. મનોબળ વધશે.  અમારા માટે આગળ વધવું જરૂરી હતું. વર્લ્ડ કપ વિશે તેણે કહ્યંy હું ખુદ હજુ ટીમમાં સુનિશ્ચિત નથી. એ વિશે કોઇ ખેલાડી વિચારતા નથી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer