આફ્રિકાને 4-0ની સરસાઈ : શ્રીલંકા સામે 6 વિકેટે વિજય

આફ્રિકાને 4-0ની સરસાઈ : શ્રીલંકા સામે 6 વિકેટે વિજય
પોર્ટ એલિઝાબેથ, તા.14: દ. આફ્રિકાએ શ્રીલંકા સામેના ચોથા ડે-નાઇટ વન ડેમાં 6 વિકેટે જીત મેળવીને પાંચ મેચની શ્રેણીમાં 4-0ની સરસાઇ મેળવી લીધી છે. શ્રીલંકાએ દ. આફ્રિકા સામે 190 રનનો સામાન્ય વિજય લક્ષ્યાંક મુકયો હતો. જે ફાક ડૂ પ્લેસિસની ટીમે 32.પ ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ડિ'કોકે પ7 દડામાં પ1, પ્લેસિસે 38 દડામાં 43 અને ડેવિડ મિલરે 33 દડામાં અણનમ 2પ રન કર્યાં હતા. આ પહેલા શ્રીલંકાની ટીમ 189 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં નવમા ક્રમના ખેલાડી ઇસરુ ઉડાનાએ પ7 દડામાં 7 ચોકકા અને 4 છકકાથી 78 રનની ઇનિંગ રમી હતી. એક સમયે શ્રીલંકાએ 71 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આફ્રિકા તરફથી નવોદિત બોલર એનરિચ નોર્ત્જેએ 3 વિકેટ લીધી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer