સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલનો સલાહકાર બન્યો

સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલનો સલાહકાર બન્યો
નવી દિલ્હી, તા.14: આઇપીએલની 12મી સિઝનમાં પૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ (દિલ્હી ડેર ડેવિલ્સ) ટીમ સાથે નજરે પડશે. દિલ્હી કેપિટલની ફ્રેંચાઇઝીએ સૌરવ ગાંગુલીને ટીમનો સલાહકાર બનાવ્યો છે. આ નવી ભૂમિકામાં ગાંગુલી પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રીકિ પોન્ટિંગ સાથે કામ કરશે. ખુદ ગાંગુલીએ આ જાણકારી આપી કહયું છે કે દિલ્હી કેપિટલ સાથે જોડાઇને ખુશ છું. શ્રેયસ અય્યરના સુકાનીપદ હેઠળની દિલ્હી કેપિટલ ટીમ તેના અભિયાનનો પ્રારંભ 24 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સ સામે રમીને શરૂ કરશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer