શીલા દીક્ષિતે મોદીનાં વખાણ કર્યાં અને અમિત શાહને મોકો મળી ગયો

નવીદિલ્હી, તા.14: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને કોંગ્રેસ માટે મૂંઝવણભરી સ્થિતિ સર્જી દીધા બાદ ફેરવી તોળતા સ્પષ્ટતા કરી હતી કે તેમનાં નિવેદનને જૂદા સંદર્ભમાં લઈ લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શીલા દિક્ષિત એક ઈન્ટરવ્યુમાં એવું બોલ્યા હતાં કે આતંકવાદ સામે વડાપ્રધાન મોદી જે સખ્તી વર્તે છે તેવું મનમોહન સિંઘ નહોતા કરી શકતાં.
આ અંગે દિક્ષિતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમનાં નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં તેમનાં કહેવાનો મતલબ એવો હતો કે મોદી આતંકવાદ સામે સખ્તાઈ વર્તે છે એ ચૂંટણી નાટકથી વધુ કંઈ જ નથી. જો કે શીલા દિક્ષિત આવી સ્પષ્ટતા કરે તે પહેલા ભાજપને ભાવતું મળી ગયું હતું અને પક્ષનાં અધ્યક્ષ અમિત શાહે ટ્વિટર ઉપર શીલા દિક્ષિતનો આભાર માનતું ટ્વિટ પણ કર્યુ હતું. તેમણે આગળ લખ્યું હતું કે દેશ પહેલાથી જ આ વાત જાણે છે પણ કોંગ્રેસ જ તે માનવા તૈયાર નહોતો.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer