ઈવીએમની સુરક્ષા : વિપક્ષોની અરજીની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

નવી દિલ્હી, તા. 14 : લોકસભાની ચૂંટણીને આડે માંડ એક મહિનાનો સમય બાકી છે ત્યારે કૉંગ્રેસ, એનસીપી, આપ, ટીડીપી, ટીએમસી, સપા, બસપા સહિતની 21 વિપક્ષી પાર્ટીઓએ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો (ઈવીએમ) સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં ન થઈ શકે એ માટે ચોક્કસ વ્યવસ્થા કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના અધ્યક્ષપદ હેઠળની ખંડપીઠ આવતી કાલે આ અરજીની સુનાવણી કરશે. 
વર્ષ 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો ત્યારથી જ વિપક્ષો એવા આક્ષેપ કરી રહ્યા છે કે કેન્દ્રમાં સત્તાધીશ ભાજપ ઈવીએમ સાથે ચેડાં કરીને ચૂંટણી જીતી રહ્યો છે. વિપક્ષોએ આ અરજીમાં માગણી કરી છે કે ઈવીએમ સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં ન થઈ શકે એ માટે સંપૂર્ણ ટેક્નિકલ સુરક્ષાના નિયમોનું પાલન થવું જોઈએ. એ માટે ઈવીએમ સાથે વૉટર વેરિફાઇડ પેપર ટ્રેલ અૉડિટ મશીનો (વીવીપીએટી) પણ જોડવાં જોઈએ અને ત્યાર બાદ ઈવીએમની મતગણતરી સાથે 50 ટકા ઈવીએમ સાથે જોડાયેલાં વીવીપીએટીની રશીદોની પણ ગણતરી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ આ મુદ્દે આવતી કાલે શું નિર્ણય આપે છે એના પર સૌની મીટ મંડાયેલી રહેશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer