CAST પાસે પુલ તૂટી પડતાં પાંચનાં મૃત્યુ, 34 ઘાયલ

CAST પાસે પુલ તૂટી પડતાં પાંચનાં મૃત્યુ, 34 ઘાયલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને અંજુમન ઈસ્લામ સ્કૂલની ફુટપાથને જોડતો રાહદારીઓ માટેનો પુલ આજે સાંજે લગભગ 7.20 વાગે તૂટી પડતાં પાંચ જણનાં મરણ નીપજ્યાં છે, અને 34 જણને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં ઘવાયેલી વ્યક્તિઓને તત્કાળ જી.ટી. અને સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાના સ્થળેથી બધો કાટમાળ હટાવી દેવામાં આવ્યો છે.
જી.ટી. હૉસ્પિટલની બે મહિલા નર્સ અપૂર્વા પ્રભુ (35) અને રંજના તાંબે (40) ફરજ પૂરી કરીને ઘરે જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બની હતી. 
અન્ય મૃતકોમાં જાહીદ શીરાજ ખાન (32), તપેન્દ્રસિંહ અને ભક્તિ શિંદેનો સમાવેશ છે. આ દુર્ઘટનાનો મરણાંક વધે એવી શક્યતા છે. મુખ્ય પ્રધાને દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે.    

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer