નીરવ મોદી `ગોલ્ડન વિઝા'' દ્વારા યુકેમાં પ્રવેશ્યા હતા

લંડન, તા. 15 : નીરવ મોદી યુકેમાં ટાયર-વન (ઇન્વેસ્ટર) વિઝા ગોલ્ડન વિઝા મારફત દાખલ થયો હતો. આ વિઝા યુરોપિયન યુનિયન બહારના અને યુકેમાં 20 લાખ યુરો સરકારી બોન્ડ અથવા કંપનીના શૅર્સમાં રોકાણ કરવાની ખાતરી આપી હોય તેવી વ્યક્તિને અપાય છે.
વાસ્તવમાં મોદીને ભારતીય પાસપોર્ટ પર વિઝા અપાયા હતા. જાન્યુઆરી, '18થી મોદી ભારતમાંથી ભાગતો ફરતો હતો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તેને આર્થિક ગુનેગાર તરીકે જાહેર કરવા કેસ ફાઈલ કર્યો હતો.
ગોલ્ડન વિઝા ધરાવનાર યુકેમાં કામ-અભ્યાસ કરી શકે છે અથવા બિઝનેસ સ્થાપી શકે છે. એકવારમાં 20 લાખ યુરોનું કરાયેલું રોકાણ વિઝા હોલ્ડર ત્યાંનો કાયમી રહેણાકી થાય નહીં ત્યાં સુધી એટલે કે પાંચ વર્ષ સુધી તેમાં રાખવો પડે છે. વિદેશમાંથી પણ વિઝા માટેની અરજી કરી શકાય છે. મોદી જ્યાં રહેતો હતો તે સેન્ટર પોઈન્ટ લંડન એપાર્ટમેન્ટમાંથી તેનો જ્વેલરી બિઝનેસ `ડાયમન્ડ હોલ્ડિંગ્સ' ચલાવતો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer