ન્યૂ ઝીલેન્ડની મસ્જિદમાં અંધાધૂંધ ગોળીબારમાં નવનાં મોત

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આબાદ બચી ગઈ
વાલિંગ્ટન, તા. 15 :  ન્યૂ ઝીલેન્ડમાં ક્રાઈસ્ટ ચર્ચની બે મસ્જિદોમાં આજે વહેલી સવારે અંધાધૂંધ ફાયારિંગ થયું છે, જેમાં 9 લોકોનાં મોત થયાં છે. આ ફાયારિંગ વખતે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂ ઝીલેન્ડના પ્રવાસ દરમિયાન આજ મસ્જિદની મુલાકાતે હતી, સદનસીબે ટીમ માંડ બચી છે. જોકે પોલીસના કહેવા મુજબ સ્થિતિ હજુ પણ ગંભીર છે અને ફાયારિંગ કરનાર હુમલાખોરો પકડાયા નથી.
હગલે પાર્ક ખાતે એક મસ્જિદમાં જ્યારે શૂટઆઉટ થયું ત્યારે આખી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં હતી. શૂટઆઉટમાં અન્ય લોકોની સાથે બાંગ્લાદેશની ટીમનો બચાવ થયો છે. શૂટરો જ્યારે મસ્જિદ ખાતે હતા ત્યારે ટીમ ત્યાંથી બચીને નીકળી ગઈ હતી. ટીમના સભ્યો હગલે પાર્કથી પરત ઓવલ દોડી ગયા હતા.
તેઓ બધા સહીસલામત છે. બનાવ બાદ તમામ ક્રિકેટરો માનસિક આઘાતમાં છે.  ટીમ જલદી ન્યૂ ઝીલેન્ડ છોડી દેવા 
માગે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer