સોનું ફરી $ 1300ની સપાટીને પાર

સોનું ફરી $ 1300ની સપાટીને પાર
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 15 : ગઇકાલના તીવ્ર કડાકાની અસરને ખાળતા સોનું ફરી 1300 ડૉલરની મહત્ત્વની સપાટીને પાર કરી જતા 1304 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે હતુ. અમેરિકા, ચીન અને યુરોપના આર્થિક વિકાસ દર નીચે જશે તેવા ભયને લીધે ડૉલરના મૂલ્યમાં ફરી નરમાઇ આવવાથી સોનામાં સલામત રોકાણની ખરીદી ખૂલી હતી. સોનામાં ચાલુ સપ્તાહે વધઘટ નોંધપાત્ર રહી છે પણ અંતિમ દિવસે સામાન્ય સુધારો થતા સળંગ બીજા અઠવાડિયે સોનું 1300 ડૉલરનું સ્તર જાળવી શક્યું છે. કેડિયા કૉમોડિટીઝના અજય કેડિયા કહે છે, ડૉલર નબળો છે એટલે સોનાની માગ વધી છે. જોકે, સોનાની ખરીદી માટે બ્રેક્ઝિટની ખરીદીનું કારણ મહત્ત્વનું બન્યું છે. આ મુદ્દે હજુ અનિશ્ચિતતાનો માહોલ છે. 1290નું સ્તર જાળવી શકે તો સોનું ફરીથી 1310 સુધી જઇ શકે છે.
બ્રિટનમાં બ્રેકિઝટ મુદ્દે ગઇકાલે મતદાન થયું હતુ. આ મુદ્દે હજુ શાસકો વિલંબ ઇચ્છી રહ્યા છે. થેરેસા મે દ્વારા વધુ પ્રયત્નો કરવામાં આવશે. આવતા સપ્તાહમાં બ્રેક્ઝિટ મુદ્દે ફરીથી સંસદમાં ચર્ચા થવાની છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 30ના ઘટાડામાં રૂા. 33,050 હતો. મુંબઈમાં રૂા. 32,080ના મથાળે સ્થિર હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 15.36 ડૉલર હતી.
સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 38,600ના મથાળે ભાવ સ્થિર હતા. મુંબઈ ચાંદી રૂા. 37,985એ મક્કમ હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer