ફેબ્રુઆરીમાં વેપારખાધ ઘટીને 17 મહિનાની નીચી સપાટીએ

ફેબ્રુઆરીમાં વેપારખાધ ઘટીને 17 મહિનાની નીચી સપાટીએ
નવી દિલ્હી, તા. 15 (પીટીઆઈ) : ભારતની વેપારખાધ ફેબ્રુઆરીમાં ઘટીને 17 મહિનાની નીચલી સપાટીએ પહોંચી છે. સોના અને ક્રૂડતેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થવાથી દેશની વેપારખાધ ઘટી છે. ભારતની નિકાસ આ સમયગાળામાં 2.4 ટકા વધી 26.67 અબજ ડૉલર થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 26.03 અબજ ડૉલર હતી. સોનાની આયાત ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 10.81 ટકા ઘટી 2.58 અબજ ડૉલર થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 2.90 અબજ ડૉલર્સની રહી હતી. આયાત 36.26 અબજ ડૉલરની થઈ હતી, જે ડૉલર ટર્મમાં 5.41 ટકા ઓછી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer