દુનિયાભરના દેશોએ ન્યૂ ઝીલૅન્ડના હુમલાને વખોડયો

નવી દિલ્હી, તા. 15 : ન્યૂઝિલેન્ડના ક્રાઈસચર્ચમાં હુમલા બાદ દુનિયાભરના દેશોએ નિંદા કરી હતી અને હુમલાને વખોડયો હતો. હુમલા અંગે દુ:ખ વ્યક્ત કરતા ભારતે ન્યૂઝિલેન્ડને મદદ માટે હાથ લંબાવ્યો હતો. બીજી તરફ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે,  9-11ના હુમલા બાદ અમેરિકા અને યૂરોપમાં મુસ્લિમ અને ઈસ્લામ માટે એક દ્વેષ પેદા થયો  છે તેનું આ કારણ છે. પાકિસ્તાન અગાઉથી જ કહે છે કે આતંકનો કોઈ ધર્મ નથી હોતો. આ ઉપરાંત તુર્કી, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા સહિતના દેશોએ હુમલાને વખોડી પીડિતો માટે સંવેદના વ્યક્ત કરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer