મસૂદની સંપત્તિ જપ્ત કરશે ફ્રાન્સ


 નવી દિલ્હી, તા. 15 : સંયુક્ત રાષ્ટ્રમાં જૈશના આતંકી મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા માટેના પ્રસ્તાવ પર ચીને વીટોનો ઉપયોગ કર્યા બાદ પણ પુલવામા હુમલાના આ સૂત્રધાર સામે  કાર્યવાહીનો દોર શરૂ થઇ ગયો છે.
ફ્રાન્સે મસૂદની નાણાકીય રીતે કમર તોડી નાખવાના હેતુથી તેની તમામ સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સની સાથે અન્ય દેશો પણ આ દિશામાં આગળ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જૈશ સામે ફ્રાન્સની આને સૌથી મોટી કાર્યવાહી તરીકે ગણવામાં આવે છે. ફ્રાન્સ સરકારનાં ગૃહ અને વિદેશ  મંત્રાલય દ્વારા સંયુક્ત નિવેદન  જારી કરી જણાવાયું હતું કે, મસૂદની સંપત્તિઓ જપ્ત કરાશે. ફ્રાન્સે એમ પણ કહ્યું છે કે, તે મસૂદને યુરોપિયન યુનિયનની  ત્રાસવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવા માટે કામ કરશે. પાકિસ્તાન પર પણ આતંકવાદી મસૂદ પર કાર્યવાહીને લઇને જોરદાર વૈશ્વિક દબાણ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer