અરાકાન આર્મીનાં મથકો, છાવણીને નિશાન બનાવાયાં

અરાકાન આર્મીનાં મથકો, છાવણીને નિશાન બનાવાયાં
નવી દિલ્હી, તા. 15: કોલકાતાને મ્યાંમારમાંના સિતવે પોર્ટ સાથે જોડતા ટ્રાન્ઝિટ પ્રોજેકટ એવા કલદાન પ્રોજેકટ સામે અરાકાન આર્મી ખતરો સર્જવામાં હોવા અંગેની આકારણીને પગલે સંયુક્ત કારવાઈ હાથ ધરી હતી. મિઝોરમને ય જોડતો આ પ્રોજેકટ લેન્ડલોક્ડ (ચોતરફ જમીનથી ઘેરાયેલા) ઈશાન માટે નવો ગેટવે બને તેમ છે તેમ જ કોલકાતા અને મિઝોરમ વચ્ચેનો પ્રવાસસમય બચાવશે.
ગુપ્તચર તંત્રની આકારણી ધ્યાને લઈ ભારતીય આર્મીએ, મિઝોરામની દક્ષિણે મ્યાંમારમાં ઉભા કરેલા થાણાંઓમાંથી બંડખોરોને બહાર આણવાનું મિશન ઘડયું હતું. તે પછી ભારતીય અને મ્યાંમાર બેઉના આર્મીએ પૂર્ણ સ્તરે સંયુક્ત લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી.
કારવાઈના પ્રથમ તબક્કામાં બેઉ આર્મીઓએ મિઝોરમની સરહદે પડતી નવરચિત છાવણીઓને નિશાન બનાવી હતી. બીજી તબકકામાં ઘાતક નાગા જૂથ એનએસસીએન (કે) અને તેની છાવણીઓનો સફાયો કરાયો હતો.
આ ઓપરેશન્સમાં ભારતીય આર્મીના ખાસ દળો, આસામ રાઈફલ્સ અને અન્ય પાયદળ એકમો સામેલ હતા.
લૈઝામાં વડુંમથક ધરાવતા અને આઈઈડી (વિસ્ફોટકો)ગોઠવવામાં સુપેરે તાલીમ પામેલા અરાકાન આર્મીની અમુક છાવણીઓનો પૂર્ણપણે નાશ કરાયાનું સૂત્રો જણાવે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer