2019-''20 માટે રેડીરેકનરના દર યથાવત્ રહેશે

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રમાં સતત બીજા નાણાકીય વર્ષ 2019-'20 માટે રેડીરેકનર (આરઆર) ના દર યથાવત્ રહેશે. રેવન્યુ વિભાગના અધિકારીઓની મિટિંગમાં આ નિર્ણયની જાહેરાત લોકસભાની ચૂંટણીના સમયપત્રકમાં જાહેર કરવા પૂર્વે 10 માર્ચે ચૂંટણીની આચારસંહિતાને લક્ષમાં રાખી કરાઈ હતી. આ મિટિંગમાં અગ્રણી પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્સ્પેક્ટરોરેટ જનરલ અૉફ રજિસ્ટ્રેશન ઍન્ડ સ્ટેમ્પસ અને ટાઉન પ્લાનિંગ વિભાગને આ અંગેના આદેશ અપાશે. પ્રૉપર્ટીની બજારકિંમત નક્કી કરવા આ દરોનો ઉપયોગ કરાય છે. સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જિસ રેડીરેકનરના દરના આધારે ચૂકવાય છે, જેમાં પ્રતિ વર્ષ પહેલી એપ્રિલના ફેરફાર કરાય છે. સરકારના આરઆરમાં ફેરફાર નહીં કરવાના નિર્ણયે રાજ્યનાં બધાં શહેરોમાં રહેણાકી પ્રૉપટીના ભાવ સ્થિર રહેશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer