બોગસ આયાત : હીરાના વેપારીનું આત્મસમર્પણ

મુંબઈ, તા. 16 : બોગસ આયાત કેસના આરોપી હીરાના વેપારી વિજય કોઠારીએ સ્પેશિયલ પીએમએલએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. ઇન્ડસઇન્ડ બૅન્કે ફરિયાદ હતી કે થોડા બિઝનેસમેનોએ બનાવટી આયાત સામે મોટા પ્રમાણનાં રિમિટન્સ આપ્યાં હતાં. ઇડીને જણાયું કે યોગેશ્વર ડાયમન્ડ્સ, શ્રી ચારભુજા ડાયમન્ડસ અને કનિકા જેમ્સએ ઠગાઈપૂર્વકના વિદેશ માટેના રિમિટન્સ બનાવી તે હોંગકોંગ અને યુએઇની શેલ કંપનીઓને મોકલી અપાયાં હતાં. એ ડિરેક્ટરોએ ઓપેરા હાઉસ અને ફોર્ટમાંની બૅન્કની શાખાઓને ઠગવા હીરાની આયાતનાં તરકટી બિલો આપ્યાં હતાં.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer