નીરવ મોદીની પત્ની સામે બિન-જામીનપાત્ર વૉરન્ટ

મુંબઈ, તા. 16 : પંજાબ નેશનલ બૅન્ક સાથેના મનીલોન્ડરિંગ કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ફરિયાદ ફાઈલ કરી હોવાના સંદર્ભમાં આ કેસમાં સંડોવાયેલા ભાગેડુ નીરવ મોદીનાં પત્ની અમી મોદી સામે સ્પેશિયલ કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યાં હતાં. ઇડીના સ્રોતના જણાવ્યા મુજબ અમીએ જે નાણાંનું લોન્ડરિંગ કર્યું હતું તેનો ઉપયોગ ન્યૂયૉર્કના સેન્ટ્રલ પાર્ક વિસ્તારમાં પ્રૉપર્ટી ખરીદવા માટે થયો હતો. અમી સેન્ટ્રલ પાર્કમાં 299 લાખ ડૉલરની પ્રૉપર્ટીની માલિકી ધરાવે છે.
આ ઉપરાંત કોર્ટે અન્ય કંપનીઓને સમન્સ પાઠવ્યા છે. મોદીએ કેટલીક બનાવટી કંપનીઓ સ્થાપી હતી, જેનો ઉપયોગ મનીલોન્ડરિંગ માટે કરાયો હતો. આ નાણાં લેટર અૉફ અન્ડરટેકિંગ (એલઓયુ) થકી મળ્યાં હતાં.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer