ચાર પાલિકા અધિકારીઓની પોલીસ પૂછપરછ કરશે

મુંબઈ, તા. 16 : સીએસએમટી નજીક ગત ગુરુવારે અંશત: તૂટી પડેલા પુલની હોનારતના 20 કલાક બાદ પાલિકા દ્વારા તૈયાર કરાયેલા પ્રાથમિક અહેવાલમાં સંડોવાયેલા તેના ચાર અધિકારીઓને શહેરની પોલીસ પૂછપરછ માટે બોલાવવાની છે.
મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેએ જણાવ્યું હતું કે તેમણે પાલિકા પાસેથી પુલને લગતી તમામ માહિતી માગી છે. શું આ હોનારત માટે જવાબદાર લોકો સામે આઈપીસીની કલમ 304(2) લાગુ કરવા પોલીસ વિચારી રહી છે કે, એવા સવાલ પર બર્વેએ કહ્યું હતું કે `તે તપાસમાં મળેલા પુરાવા પર આધાર રાખે છે.'
દરમિયાન મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 304 (એ), 337 અને 338 હેઠળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવી હોઈ આઝાદ મેદાન પોલીસે પાલિકાને પ્રાથમિક અહેવાલની પ્રત તેને આપવા  જણાવ્યું છે, જેથી સંડોવાયેલા અધિકારીઓની પૂછપરછ કરવાનું આસાન બને.
`અમારી તપાસ હમણાં જ શરૂ કરાઈ છે, માત્ર પાલિકા અધિકારીઓ જ નહીં, પરંતુ કોન્ટ્રેક્ટરો, ઓડિટરો તેમ જ પુલની સલામતી અને દેખરેખ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે.' એમ આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer