ગૂગલ પે કરિયાણાની દુકાનોના ગ્રાહકોને તેના પ્લૅટફૉર્મમાં આવરી લેશે

બેંગલુરુ, તા. 21?:પી-ટૂ-પી (પીટુપી) અને બિલ પેમેન્ટ્સ પછી ગૂગલ પેની યોજના હવે નાના દુકાનદારો અને કરિયાણાની દુકાનોના ગ્રાહકોને પોતાના પ્લેટફોર્મમાં આવરી લેવાની છે. 
ગૂગલે તેમની યોજના જાહેર કરતા કહ્યું હતું કે, તે પોઈન્ટ-અૉફ-સેલ પ્રોવાઈડર્સ સાથે ભાગીદારી કરશે, જેથી ઓનબોર્ડ રિટેલ મર્ચન્ટ થઈ શકે.  કંપની હવે જે ગ્રાહકો અૉફલાઈન ખરીદી કરે તેમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) આધારિત ટ્રાન્ઝેક્શન પ્રાયોગિક ધોરણે ચકાસી રહી છે, એમ સૂત્રોએ કહ્યું છે. 
આ પ્રણાલીથી કાર્ડ પેમેન્ટના બદલે ફક્ત સ્માર્ટફોનની જરૂર પડશે. કાર્ડ સ્વાઈપ કરવાની બદલે ગ્રાહકે બિલિંગ કાઉન્ટરમાં પોતાનો મોબાઈલ નંબર આપવાનો રહેશે. ગ્રાહકને તેની ગૂગલ પે એપ્લિકેશનમાં `કલેક્ટ'ની રિકવેસ્ટ મળશે અને યુપીઆઈ પીન નાખ્યા પછી પેમેન્ટ થઈ જશે. એક અબજ યુઝર્સને ઈન્ટરનેટમાં જોડવાનું લક્ષ્ય ધરાવતી ગૂગલ પે માટે ભારત એક મુખ્ય બજાર છે. 
સૂત્રોએ કહ્યું કે, નાના પાયે રિટેલ દુકાનોમાં આ પ્રણાલીના પ્રાયોગિક ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. હજી સુધી આ માટે કોઈ બેનર એડવર્ટાઈઝમેન્ટ કરવામાં આવી નથી. આગામી અમુક મહિનાઓ પછી આ પ્રણાલીને અમલમાં મૂકવામાં આવશે. અન્ય એક સૂત્રએ કહ્યું કે, યોજના વિસ્તારોમાં ગ્રાહકો માટે પ્રચાર-પ્રસાર કરવાની પણ છે. આ પ્રણાલીમાં દુકાનો જિઓ-ટૅગ હશે અને ગ્રાહકો તેમના આસપાસની દુકાનોને જિઓ-ટૅગ દ્વારા ઓળખી શકશે. 
ગૂગલની આ યોજના ફોનપે જેવી જ છે. ફોનપે યુપીઆઈ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે મેપ માય ઇન્ડિયાનો ઉપયોગ કરીને અૉફલાઈન દુકાનોને લક્ષ્ય કરી રહી છે. 

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer