વિકી કૌશલના બ્રેકઅપ માટે જવાબદાર કોણ?

વિકી કૌશલના બ્રેકઅપ માટે જવાબદાર કોણ?
મહિનાઓ સુધી છુપાવી રાખ્યા બાદ ફિલ્મ મનમર્ઝિયાંના પ્રમોસન વખતે અભિનેતા વિકી કૌશલે ગર્લફ્રેન્ડ હરલીન શેઠી સાથેના સંબંધોનો એકરાર કર્યો હતો. ત્યાર બાદ આ યુગલ અવારનવાર જાહેરમાં પણ જોવા મળતું હતું. પરંતુ હાલમાં તેમનું બ્રેકઅપ થયાનું જાણવા મળ્યું છે. અલબત્ત, સહઅભિનેત્રીઓ સાથેની વિકીની નિકટતા હરલીનને ગમતી નહોતી. આથી તેણે સોશિયલ મીડિયા પર પણ વિકીને બ્લોક કરી દીધો છે. જયારે વિકી પોતાના પ્રેમને ભૂલી શકતો ન હોવાથી હરલીનને ઇનસ્ટાગ્રામ પર ફોલો કરે છે. બ્રેકઅપ બાદથી હરલીન હૃદયભંગ થયા સંબંધિત કેટલાય મેસેજ મૂકે છે જે તેની વ્યથાને વાચા આપે છે. એમ કહેવાય છેકે વિકી અને ભૂમિ પેડણેકરની વધતી જતી નિકટતા હરલીનને ખટકી ગઇ. જોકે, અન્ય એક ચર્ચા મુજબ વિકી કેટરિના કૈફના વખાણ કરતા પણ થાકતો નથી. આ વાત હરલીનને પસંદ નહોતી. ભૂમિ અને કેટરિના સાથેની વિકીની મૈત્રીએ તેના પ્રેમીવનનો ભોગ લીધો એમ કહેવું ખોટું નહીં ગણાય.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer