કોહલી ચતુર કૅપ્ટન નથી : ગૌતમ ગંભીર

કોહલી ચતુર કૅપ્ટન નથી : ગૌતમ ગંભીર
ધોની અને રોહિતની સરખામણીએ કૅપ્ટન તરીકે આઈપીએલમાં કોહલી નિષ્ફળ
નવી દિલ્હી, તા. 21 : પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે કોહલી ચતુર કેપ્ટન નથી. કોહલીની સરખામણીએ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સીમિત ઓવરના પ્રારૂપમાં ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા સાથે કરી શકાય તેમ નથી. મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની કેપ્ટનશિપમાં  ચૈન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ત્રણ-ત્રણ વખત વિજેતા થઈ છે. 
પોતાની કેપ્ટનશિપમાં કેકેઆરને 2012 અને 2014માં ચેમ્પિયન બનાવનારા ગંભીરે કહ્યું હતું કે, કોહલી ભાગ્યાશાળી છે કે કેપ્ટન તરીકે છેલ્લા આઠ વર્ષથી ખિતાબ ન અપાવી શકવા છતા આરસીબી સાથે છે. ગંભીરે ઉમેર્યું હતું કે તે કોહલીને ચતુર કેપ્ટન તરીકે નથી જોતો. તેમજ રણનીતિક કેપ્ટન પણ ગણી શકાય નહી.  તેમજ આઈપીએલ પણ જીત્યો નથી. એક કેપ્ટન એટલો જ સારો હોય છે જેટલો તેનો રેકોર્ડ સારો બને છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer