રાહુલની રાજકીય શત્રુવટ ફરી અંગત બની : મોદીની શૈક્ષણિક લાયકાત સામે સવાલ

ઈમ્ફાલ, તા. 21 : રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓ, આયોજનો અને કાર્યક્રમોને લઈ વડા પ્રધાન પર અવારનવાર પ્રહાર કરતા આવ્યા છે, કોંગ્રેસ પ્રમુખ અવારનવાર શાબ્દિક ટપાટપીમાંથી અંગત ઉપાલંભ પર પણ ઉતરી જતા આવ્યા છે, આજે તેમણે સેંકડો વિદ્યાર્થીઓ સન્મુખ આમ કરવાનું પસંદ કર્યુ હતું.
ઈમ્ફાલ ખાતે વિદ્યાર્થીઓ સાથેની આપલેમાં રાહુલે વડા પ્રધાનની શૈક્ષણિક લાયકાતના મુદ્દાને લઈ એવો દાવો કર્યો હતો કે તેમની ડિગ્રી વિશે કોઈ માહિતગાર નથી. કોઈને ય એ વિશે ખબર નથી કે વડા પ્રધાન યુનિ.માં ગયા હતા કે કેમ.
પીએમના શિક્ષણ સામે શંકા ઉઠાવવાનું કોંગ્રેસે પહેલીવાર નથી કર્યુ,  '17માં પક્ષના સીનિયર નેતા દિગ્વિજયસિંહે પીએમ મોદી પોતાની શૈક્ષણિક ડિગ્રીઓ વિશે ગુપ્તતા જાળવતા આવ્યાનો પ્રહાર કર્યો હતો, અને એવી ટિપ્પણી કરવા માટે તેમને ટકોરવામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યુ હતું કે વડા પ્રધાન સામે સવાલ કરવો એ કંઈ ગુનો નથી.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer