લોકસભાની ચૂંટણી નહીં લડવા માયાવતીની જાહેરાત

લખનૌ, તા. 21: લોકસભાની આગામી ચૂંટણી પોતે લડશે નહીં એવી જાહેરાત બસપાના વડા માયાવતીએ આજે કરતા જણાવ્યું હતું કે `તેને બદલે હું મારા પક્ષ અને યુપીમાંના સાથી પક્ષ બસપાની સફળતા અંકે કરવામાં મદદરૂપ થઈશ. જો હું ચૂંટણી લડું તો, મારા તરફથી ના પાડવામાં આવે તે છતાં મારા કાર્યકરો, મારા મતવિસ્તારમાં પ્રચારઝુંબેશ કરવામાં પોતાના તમામ શક્તિ કામે લગાડશે, જે ચોક્કસપણે પક્ષમાં હિતમાં ન હોય.'
બસપા - સપા - આરએલડીના જોડાણે યુપીમાં 38 - 37 - 2 બેઠકોએથી લડવાની વ્યવસ્થા નિશ્ચિત કરી છે. તે પૈકી બસપા, પશ્ચિમ યુપીમાં તેના ચૂંટણીજંગના મોટા ભાગના હિસ્સા માટે લડશે, જ્યારે સપા મધ્યસ્થ યુપીમાંના તેના યાદવ ગઢ માટે લડશે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer