કાશ્મીરમાં કૉંગ્રેસ-એનસીનું જોડાણ : જમ્મુ, ઉધમપુર કૉંગ્રેસ લડશે, શ્રીનગર એનસીને

નવી દિલ્હી, તા. 21 : કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે લોકસભા ચૂંટણી માટે જમ્મુ કાશ્મીરમા જોડાણ સાધવા આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે રાષ્ટ્રીય હિતમાં છે અને તેનાથી સેકયુલર પરિબળો મજબૂત બનશે.
કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ અને એનસીના ફારુક અબ્દુલ્લાએ યોજેલી સંયુકત પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે કોંગ્રેસ જમ્મુ અને ઉધમપુરની બેઠકો અને એનસી શ્રીનગરની બેઠક લડશે. અનંતનાગ અને બારામુલ્લાની બેઠકોએ બેઉ પક્ષોમાં મૈત્રીપૂર્ણ સ્પર્ધા રહેશે.લદાખની બેઠક માટેની વ્યવસ્થા વિશે બેઉ બેઠકો ચર્ચા કરી રહી છે. (લોકસભામાં રાજ્યના છ સાંસદો હોય છે.)
જીવો અને જીવવા દ્યો. રાષ્ટ્રીય હિતમાં લેવાયેલો આ શ્રેષ્ઠ નિર્ણય છે એમ જણાવી આઝાદે ઉમેર્યુ કે કોંગ્રેંસ જીતે કે એનસી, તે બેઉ વિજયી પરિસ્થિતિ જ હશે. કોંગ્રેસી નેતાઓ અબ્દુલ્લા માટે પ્રચાર કરશે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer