કાશ્મીરમાં પાકિસ્તાની દળોના તોપમારામાં જવાન શહીદ

બે આતંકવાદી ઠાર, ત્રણ જવાન ઘાયલ
જમ્મુ, તા. 21 (પીટીઆઈ) : જમ્મુ અને કાશ્મીરના
રાજૌરી જિલ્લામાં પાકિસ્તાની સૈન્યોએ અંકુશ રેખા પર ભારે તોપમારો - મોર્ટર મારો કરતાં ભારતનો એક જવાન શહીદ થયો હતો એમ અધિકારીઓએ જણાવ્યું હતું. પાકિસ્તાની સૈન્યે આજે સવારે સુંદરબની ક્ષેત્રના કેરીમાં યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. પાકિસ્તાનના ગોળીબારમાં 24 વર્ષનો રાઈફલમૅન યશ પૌલ શહીદ થયો હતો તે ઉધમપુર જિલ્લાના મનતલાઈ ગામનો વતની હતો. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે લશ્કરના અધિકારી સહિત ત્રણ જવાનો ઘાયલ થયા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer