હવે જો ભારત પર આતંકવાદી હુમલો થયો તો ગંભીર સમસ્યા સર્જાશે

પાકિસ્તાનને અમેરિકાની ચેતવણી
આતંકવાદી સંગઠનો સામે ઈસ્લામાબાદ નક્કર પગલાં ભરે
વૉશિંગ્ટન, તા. 21 (પીટીઆઈ): અમેરિકાએ પાકિસ્તાનને એવી ચેતવણી આપી છે કે, જો હવે ભારત પર આતંકવાદી હુમલો થશે તો તેની ગંભીર સમસ્યા સર્જાશે. અમેરિકાએ પાકિસ્તાનને જૈશ એ મોહમદ અને લશ્કરે તોયબા જેવાં આતંકવાદી સંગઠનો પર લગામ લગાવવા નક્કર અને લાંબાગાળાના પગલાં ભરવાનો પણ ઈસ્લામબાદને અનુરોધ
કર્યો હતો.
14 ફેબ્રુઆરીના કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમદ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા કે જેમાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા ત્યાર બાદ બન્ને દેશો વચ્ચે તંગદીલી વધી ગઈ છે.
ભારતે ત્યાર બાદ બાલાકોટમાં જવાબી કાર્યવાહી કરી હતી. તે પછીના દિવસે પાકિસ્તાને વળતો ઘા કરીને ભારતનું મીગ-21 વિમાન તોડી પાડયું હતું અને તેના પાઇલટને કબજે કરી લીધો હતો જેને તેણે 1 માર્ચના ભારતને સોંપ્યો હતો. ભારતે પણ પાકિસ્તાનના એક એફ-16 વિમાનને ધરાશાયી કર્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer