બીજા પાંચ દિગ્ગજ નેતાના પુત્રો ભાજપમાં પ્રવેશી રહ્યા છે?

બીજા પાંચ દિગ્ગજ નેતાના પુત્રો ભાજપમાં પ્રવેશી રહ્યા છે?
અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 21 : લોકસભાની ચૂંટણી પહેલાં જ રાજ્યમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની નૌકા ડૂબતી હોય એમ આઘાડીના એક પછી એક મહારથીઓ પક્ષ છોડીને ભાજપમાં જતા રહે છે. કૉંગ્રેસમાંથી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય તથા બુધવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા વિજયિસંહ મોહિતે-પાટીલના પુત્ર રણિજતિસંહ મોહિતે પાટીલ ભાજપમાં જોડાયા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઁ સાફ શબ્દેમાં કહ્યું છે કે ભાજપમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા આઘાડીના નેતાઓના પુત્રોની યાદી ઘણી લાંબી છે. તેમણે કહ્યું છે કે આગે આગે દેખો હોતા હૈ ક્યા.  કૉંગ્રેસના વડાલાના વિધાનસભ્ય કાલીદાસ કોલામ્બકર ભાજપમાં જોડાયા ત્યારે ભાજપના પ્રદેશપ્રમુખ રાવસાહેબ દાનવે અને તેમના જમણા હાથ સમા સિંચાઈ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને અણસાર આપ્યો હતો કે હજી આઘાડીના અનેક નેતાઓ ભાજપમાં જોડાશે. રાજકીય વર્તુળોએ નામ ન જણાવાની શરતે કહ્યું હતું કે ભૂતપૂવ મુખ્ય પ્રધાન વિલાસરાવ  દેશમુખના પુત્ર અમિત, રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા મધુકર પિચાડના પુત્ર વૈભવ અને કૉંગ્રેસના દિવંગત નેતા પતંગરાવ  કદમના પુત્ર વિશ્વજિત, દિવંગત મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલના દોહીત્ર પ્રતીક પાટીલ અને કૉંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય શંકરરાવ પાટીલના પુત્ર અને ભૂતપૂર્વ પ્રધાન હર્ષવર્ધન પાટીલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે એવી સંભાવના છે. આ પક્ષપલટાથી આગામી લોકસભાની ચૂંટણીમાં તેમ જ અૉક્ટેબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આઘાડીને મોટો ફટકો પડશે. આ ત્રણેય નેતાઓ મોટા દિગ્ગજોના પુત્રો છે.
 43 વર્ષના અમિત દિવંગત મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના પુત્ર છે. 2014માં તેઓ પ્રવાસન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન હતા. તેઓ રાજ્ય વિધાનસભામાં લાતુરનું પ્રતિનિધિત્વ કરે છે અને ઓલ ઇન્ડિયા કૉંગ્ર્રેસ કમિટીના મહામંત્રી છે. તેઓ એક્ટર રિતેશ દેશમુખના મોટા ભાઈ છે.
વૈભવ મધુકર પિચાડ અકોલામાંથી વિધાનસભ્ય છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારના બજેટ પ્રવચનમાં અંતરાય નાખવા બદલ અને ગૃહની બહાર બજેટની હોળી કરવા બદલ તેમના   સહિત 18 વિધાનસભ્યોને ડિસેમ્બરમાં સસ્પેન્ડ કરાયા હતા. વૈભવના ભાઈ જીતેન્દ્રનું જીવંત વાયરને હાથ લાગતાં આક્સ્મિક મૃત્યુ થયું હતું. 
વિશ્વજિત કદમ કૉંગ્રેસના દિવંગત નેતા અને શિક્ષણશાત્રી પતંગરાવ  કદમના પુત્ર છે. પતંગરાવના અવસાન બાદ થયેલી પેટા ચૂંટણીમાં વિશ્વજિત કદમ બિનહરીફ ચૂંટાયા હતા. કદમે ત્યારે કહ્યું હતું કે ભાજપના ઉમેદવાર સંગરામ દેશમુખે લોકલાગણીને માન આપીને  ઉમેદવારીપત્ર પાછું  ખેચ્યું એનાથી મને આનંદ થયો. 
પ્રતીક પાટીલ સાંગલીના માજી સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન છે. તેઓ ગાંધી પરિવારના વફાદાર ગણાય છે. 2014માં તેઓ ભાજપના સંજય પાટીલ સામે હારી ગયા હતા. તેઓ મહેસૂલપ્રધાન ચંદ્રકાંતદાદા પાટીલના સંપર્કમાં છે.
હર્ષવર્ધન પાટીલ ઈંદ્રાપુરના કૉંગ્રેસના નેતા છે. તેઓ ચાર વખતથી અહીંથી વિધાનસભ્ય હતા. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના દત્તા ભરણે સામે હારી ગયા હતા. આ વિધાનસભાની સીટ છોડવા અજિત પવાર તૈયાર ન હોવાથી હર્ષવર્ધન પાટીલ ભાજપમાં જોડાય એવી સંભાવના છે. તેઓ કે તેમની પત્ની બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે સામે લડે એવી પણ વાતો સંભળાય છે. જોકે તેમણે પોતે ભાજપમાં જોડાવાના છે એ વાતને રદિયો આપ્યો છે.
રાજકીય વર્તુળો કહે છે કે આઘાડીના નેતાઓ ભાજપમાં પ્રવેશી રહ્યા છે એ ઓચિંતી બનેલી ઘટના નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લા એક વર્ષથી આ માટેનો તખતો ગેઠવ્યો હતો અને એ રંગ લાવી રહ્યો છે.
ભારતી પવાર ભાજપમાં જોડાશે
રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં ઉપાધ્યક્ષ ભારતી પવાર શુક્રવારે ભાજપમાં પ્રવેશ કરશે. પવાર દીંડોરી લોકસભા મતદાર ક્ષેત્રમાંથી ભારતીને ચૂંટણી લડવી છે, પરંતુ અહીંથી દીંડોરીના માજી વિધાનસભ્ય ધનરાજ મહાલેને ઉમેદવારી આપી છે. આનાથી નારાજ ભારતી પવાર આવતી કાલે ભાજપમાં જોડાશે. ભારતી પવાર 2014માં હારી ગયાં હતાં.
 

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer