અધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજીના સાંનિધ્યમાં હોલીકા દહન મહોત્સવ ઊજવાયો

અધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજીના સાંનિધ્યમાં હોલીકા દહન મહોત્સવ ઊજવાયો
વિલે પાર્લે સ્થિત સંન્યાસ આશ્રમના પ્રાંગણમાં બુધવારે સાંજે આશ્રમના અધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજીના સાંનિધ્યમાં હોલીકા દહન મહોત્સવ ઊજવાયો હતો. હોલિકા દહન બાદ સેંકડો શ્રદ્ધાળુઓએ સ્વામીજીની ઉપસ્થિતિમાં અબિલ-ગુલાલથી રંગોત્સવ પણ ઊજવ્યો હતો. આ અવસરે સ્વામીજીએ જણાવ્યું હતું કે માનવીના નકારાત્મક વિચારો જ હોલિકા છે. ઇર્ષા, અહંકાર, ક્રોધ જેવા દૂષણો ત્યજીને જીવનમાં સકારાત્મકતા લાવવાનો આ ઉત્સવ છે. રંગોત્સવમાં માનવીના શુભ વિચારોના પ્રતીકરૂપી ઉજ્જવળ અને પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરવો જોઇએ. મુંબઈ પણ ગુરુવારે સવારથી ધુળેટીના રંગમાં રંગાયું હતું

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer