મુસ્લિમ સંગઠન મોદી - રામમંદિરનો કરશે પ્રચાર

નવી દિલ્હી, તા. 22 : તત્કાલીન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક કે. સુદર્શન પ્રેરિત 15 વર્ષ જૂનું સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ) આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ કોમની અંદર નરેન્દ્ર મોદીની આગેવાનીવાળા ભાજપનો પ્રચાર કરશે. તે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટેની ઝુંબેશને પણ આગળ ધપાવશે, જ્યાં એક સમયે મસ્જિદ હતી. મંચ ઇચ્છે છે કે અહીં કેન્દ્રમાં રામમંદિર સાથેનું એક સર્વધર્મ મથક બને.
ભાજપની વ્યવસ્થાપકીય સચિવ રામલાલ સાથેની 2 માર્ચે યોજાયેલી બેઠકમાં મંચે કોમની અંદર એવો સંદેશ ફેલાવવાનું ઠરાવ્યું હતું કે મોદી સરકાર મુસ્લિમવિરોધી નથી, તેનાથી વિપરીત તે મુસ્લિમોને લઘુમતી કોમ નહીં પરંતુ સમાન નાગરિક ગણે છે.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ભાજપની લઘુમતી પાંખ સાથે મળીને કામ કરશે અને તેણે ઉત્તર પ્રદેશ, બિહાર તેમ જ બંગાળમાં એવી 120 બેઠકોની ઓળખ કરી છે જ્યાં મુસ્લિમ કોમનું નોંધપાત્ર વર્ચસ્વ છે એમ મંચના રાષ્ટ્રીય કન્વીનર મોહમ્મદ અફઝલે જણાવ્યું હતું.
સંગઠન ચોક્કસ મિશન સાથે તેની નાની નાની ટુકડીઓને બહાર મોકલવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં અમુક ટુકડીઓ મદરેસાઓનો સંપર્ક સાધશે. 
 

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer