ફ્લાયઓવર માટે બાંદરા સ્કાય વૉકને તોડી નખાશે

મુંબઈ, તા. 22 : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ વે પરથી પસાર થતો બાંદરા સ્કાય વૉક તોડી પાડવામાં આવશે જેથી કલાનગર જંકશન પ્રોજેક્ટના ફ્લાયઓવરનું બાંધકામ સવલતપૂર્ણ બની શકશે. આ પ્રોજેક્ટ બાંદરા-વરલી સી લીન્ક (બીડબલ્યુએસએલ) સાથે બાંદરા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)ને જોડતો ફ્લાયઓવર અને સાયન બાંદરા લિંક રોડ સાથે પ્રસ્તાવિત ફ્લાયઓવર બીડબલ્યુએસએલને જોડવાની દરખાસ્ત રહી છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ તોડકામ અત્યંત જરૂરી છે કારણ તેનો હિસ્સો બીકેસીથી સી લિંક તરફ અને પાછો વળતો ફ્લાયઓવરના વિસ્તારમાં આવી જ જાય છે. આથી નંદાદીપ ગાર્ડનથી એસઆરએ બિલ્ડિંગ સુધીના સ્કાય વૉકનો 100 મીટર હિસ્સામાં માર્ચ 25થી જૂન 24 સુધી પ્રવેશ શક્ય નહીં રહે.
એમએમઆરડીએ બે પાંખમાં ફ્લાયઓવર બાંધશે જેમાં તે સાથે બે લેન હશે. 780 મીટરના અંતરની પાંખ વરલી સી લીંકથી બીકેસી અને 720 મીટરની પાંખ બીકેસીથી વરલી સી લીંક સુધીની રહેશે. આમ તો પદાચારી માટે આવો પ્રથમ સ્કાય વૉક 2008માં બંધાયો હતો.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer