મલાડના હીરાબજારમાં 13 લાખના હીરાની ચોરી

મુંબઈ, તા. 22 : મલાડની હીરાબજારમાં આવેલા એક મેટર મેકેનિક પાસે બુલેટ રિપેર કરાવનાર હીરાના વેપારીના વાહનમાંથી 13 લાખ રૂપિયા ચોરાઈ જવાની ફરિયાદ પોલીસે નોંધી છે.
જાણવા મળતી માહિતી મુજબ હીરાના વેપારી ઉમેશ કાસલે (46) મલાડના હીરાબજારમાં મંગળવારે કામ નિમિત્તે ગયા હતા ત્યારે તેમની બુલેટની ડિકીમાં 13 લાખ રૂપિયાના હીરા હતા. તેઓ કામ પતાવીને પાછા ફર્યા ત્યારે તેમની બુલેટ ખરાબ થયેલી જણાતાં તેઓએ બજારમાં આવેલા એક મેકેનિકને બોલાવ્યો હતો. ત્યારે મેકેનિકે બુલેટની ડિકી ખુલ્લી હોવાનું જણાવ્યું હતું. વેપારીએ ડિકી ખોલીને જોયું તો તેમાંથી હીરા ગુમ હતા.
પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં ગુનાનાં સ્થળનાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં, પરંતુ ચોર ભણી લઈ જાય એવી કોઇ કડી સાંપડી હતી નહીં. પોલીસનું માનવું છે કે હીરાબજાર પરિસરમાં ભારે ગિરદી હોઈ વેપારી સાથે વાતચીત કરી તેમનું ધ્યાન પોતાના તરફ દોરી બીજી બાજુ વાતચીત કરનારનો સાથીદાર કીમતી ચીજવસ્તુઓ ચોરી જતા હોઈ આમાંના કોઈનું કામ છે કે નહીં તેની તપાસ થઈ રહી છે.
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer