રિલાયન્સ કૉમ દ્વારા મુકેશ અંબાણીને થશે મોટો લાભ ?

રિલાયન્સ કૉમ દ્વારા મુકેશ અંબાણીને થશે મોટો લાભ ?
મુંબઈ, તા. 22 : એશિયાના સૌથી શ્રીમંત ગણાતા મુકેશ અંબાણીએ તેમના ભાઈ પરનું સંકટ દૂર કર્યું એમ જણાય છે, પણ એ સાથે એવી શક્યતા પણ છે કે તેમનું આ પગલું વ્યાપારિક દૂરંદેશીનું હોઈ શકે. પોતાના ભાઈને જેલની બહાર રાખવા તેઓ સહભાગી બન્યા, પણ ભાઈ આવી હાલતે પહોંચી ગયા ત્યારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સંપત્તિ ખરીદવામાં દુર્લક્ષતા દાખવી ત્યારે તેમનું આ નાણાકીય સહાયનું પગલું આશ્ચર્ય પમાડે એવું છે. વાસ્તવમાં તેઓ આરકોમ ઇન્સોલવન્સીની બધી એસેટ્સ ડિસ્કાઉન્ટમાં ખરીદી શકે એમ છે.
આમ તો અનિલ અંબાણી વતી સ્વીડનની કંપની એરિક્સનને રૂા. 550 કરોડ ચૂકવી તેને જેલ જતા બચાવી લેવાયા. સાથે રિલાયન્સ જિઓ અને અનિલની આરકોમે 2017ના એક સોદા પર પૂર્ણવિરામ મૂકી દીધું. તે સોદો પૂરો થયા પછી આરકોમ એક અદાલતી પ્રક્રિયા હેઠળ આવી શકે છે જેનાથી મુકેશ અંબાણીની જિઓને કેરિયરનાં એરવેવ્ઝ, ટાવરો તથા ફાઈબર ખરીદવા વધુ એક તક મળી શકે એમ છે. તેમણે રૂા. 173 અબજ અથવા 2.5 અબજ ડૉલરથી ઓછી કિંમતમાં આથી વધુ શું મળી શકે એમ છે?
અત્રે યાદ રાખવાનું કે નાના ભાઈનો કારોબાર પહેલેથી ઋણ અને રોકડની કમીને કારણે પરેશાન જ હતો. ભારતનો હૈરાની હાલતવાળા ટેલિકોમ સેક્ટર લિલામીની કિંમત ઓછી રાખે. આને લીધે જિઓને આરકોમ સ્પેક્ટ્રમ હસ્તગત કરવામાં ઓછો ખર્ચ કરવો પડે. જોકે આ મુદ્દાઓ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આરકોમના પ્રવક્તાઓ પાસેથી ઉત્તરની રખાયેલી અપેક્ષા અપૂર્ણ જ રહી એમ કહી શકાય.
 

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer