ઉદ્યોગપતિ મોરારજી પરિવારમાં મિલકત માટે કાનૂની જંગ

ઉદ્યોગપતિ મોરારજી પરિવારમાં મિલકત માટે કાનૂની જંગ
મુંબઈ, તા. 22 : મુંબઈના એક સૌથી જૂના ગણાતા ઉદ્યોગપતિ એવા મોરારજી પરિવારમાં મલબાર હિલ સ્થિત 30,000 ચો.ફીટનો બંગલાનો કાનૂની જંગ માટેનું નિમિત્ત બન્યો છે. જેની કિંમત અંદાજે રૂા. 250 કરોડ ગણાય છે.
મિલક્ત માટેની આ જંગમાં એક પક્ષે ધનંજય મોરારજી જ્યારે બીજા પક્ષે તેનાં માતા-પિતા અને ભાઈ સહિતના પરિવારજનો છે. મલબાર હિલનો ભવ્ય બે માળનો બંગલો 1950માં બંધાયેલો હોઈ આ લડાઈમાં બૅન્ક ડિપોઝિટો ઉપરાંત લોનાવલામાં એક એકરના પ્લોટ પર બંધાયેલું હોલીડે હોમ પણ સામેલ છે.
આ વિશાળ દંતકથાસમાન મિલકતોમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવા માટે મોરારજી પરિવારના બંને પક્ષોએ સીસીટીવી લગાડેલા છે તો મિલકતોના ચોક્કસ હિસ્સામાં હરિફ પક્ષ પ્રવેશી ન જાય તે માટે રાતોરાત તાળાં બદલી નાખવામાં આવ્યા છે તેમ જ એકબીજા વિરુદ્ધ ફરિયાદો અને પ્રતિ-ફરિયાદો કરવાની સાથોસાથ ધમકીઓ અપાઈ રહી છે.
તમામ વિવાદમાંની મિલકતો અને બૅન્કોમાંના નાણાંનું નિયમન ધનંજય અને તેના ભાઈ કનાઈના પરદાદા કેશવજી મોરારજીએ 1954માં ઊભા કરેલા ખાનગી ફેમિલી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં આ બંને ભાઈઓને `ફાઈનલ બેનિફિસીયરી ગણાવવામાં આવ્યા છે.
ટ્રસ્ટના ધનંજય અને કનાઈના દાદા-દાદી, માતા-પિતા તેમ જ અન્ય સગાંઓનાં હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હોઈ તેમને મલબાર હિલના બંગલામાં આજીવન રહેવાના અધિકારો આપવામાં આવ્યા હતા.
મોરારજી પરિવાર તેના સમૃદ્ધિના દિવસોમાં ન્યૂ કૈસર-એ-હિન્દ મિલ પર વર્ચસ્વ ધરાવતો હતો.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer