કાશ્મીરમાં લશ્કર કમાન્ડર અલી સહિત પાંચ આતંકી ઠાર

કાશ્મીરમાં લશ્કર કમાન્ડર અલી સહિત પાંચ આતંકી ઠાર
જમ્મુ, તા. 22 : જમ્મુ કાશ્મીરમાં ગત 24 કલાકમાં આંતકવાદીઓ સાથે એન્કાઉન્ટરના ચાર કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરનું એન્કાઉન્ટર શોપિયા જિલ્લાના ઇમામ સાહેબમાં શરૂ થયું છે. માનવામાં આવી રહ્યું છે કે 2-3 આતંકી એક ઘરમાં છુપાયેલા છે. બંદીપોરામાં અથડામણ દરમિયાન લશ્કર-એ-તૈયબાના બે આતંકીને ઠાર કરાયા છે. તેમાં લશ્કરનો ટોપ કમાન્ડર અલી ભાઈ પણ સામેલ છે. આ જ રીતે બારામુલા જિલ્લામાં ગુરુવારે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકીને ઠાર કરાયા છે. તો બીજી તરફ આ અથડામણ દરમિયાન એક અધિકારી સહિત ત્રણ જવાનો ઘાયલ થયા છે. જાણવા મળી રહ્યું છે કે અલી ભાઇ પાકિસ્તાનનો રહેવાસી છે.  
  શ્રીનગર સ્થિત રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે બારામુલાના કલંતરા વિસ્તારમાં નમબલનાર એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર કરાયા છે. જોકે હજુ અથડામણ ચાલુ છે.
ઘાયલ જવાનોને અહીં બાદામીબાગ છાવણી સ્થિત સેનાની 92 બેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે દિવસ દરમિયાન નાકાબંધી કરી હતી અને સર્ચ અભિયાન શરૂ કર્યું 
હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીઓ ચલાવી હતી અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જ્યાર બાદ અથડામણ શરૂ થઇ હતી.   

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer