ગુનેગારોથી ઊભરાતી જેલમાં નીરવ મોદી

ગુનેગારોથી ઊભરાતી જેલમાં નીરવ મોદી
લંડન, તા. 22 : પંજાબ નેશનલ બૅન્ક સાથે રૂા. 13,000 કરોડના ગોટાળાનું કૌભાંડ આચરનાર નીરવ મોદી માટે હોળીનો તહેવાર બેહદ અપશુકનિયાળ સાબિત થયો હતો. આલિશાન બંગલાઓમાં એશઆરામથી રહેતા આ હીરાના વેપારીને ગુનેગારોથી ખીચોખીચ ભરેલી જેલમાં કેદ રાખવામાં આવ્યો છે. નીરવની ધરપકડ લંડનમાં મંગળવારે થઈ હતી અને તેને બુધવારે કોર્ટે જમાનત આપવા ઇનકાર કર્યો હતો. હવે પછીની સુનાવણી 29મી માર્ચે થશે.
જામીન નકારવામાં આવ્યા પછી નીરવ મોદીને દક્ષિણ-પશ્ચિમની લંડનની જેલ ``હટ મેજેસ્ટિક પ્રીજન''માં લઈ જવાયો છે. નીરવે એમ આશા રાખી હશે કે તેને જેલમાં અલગ `સેલ'માં રખાશે, પણ જેલમાં કેદીઓની ભારે સંખ્યાના દબાણને જોતાં તેને 1430 કેદીઓમાંની `સેલ'ની ભાગીદારીમાં રહેવું પડી રહ્યું છે.
શાન-શૌકતથી દુનિયાના મોટા સિતારા જેવી જિંદગી વિતાવનાર નીરવને વિક્ટોરિયાના સમયની આ જેલમાં કઠિન સ્થિતિઓનો સામનો કરવો પડશે. એમાં પણ કેટલાક ખતરનાક ગુનેગારોની વચ્ચે રહેવાનું આવશે.
ફેબ્રુઆરી - માર્ચ, '18માં બ્રિટનના ચીફ ઇન્સપેક્ટર પ્રીજન પીડર કલોર્કે અહીંનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે આ જેલ દેશની સર્વાધિક ભીડવાળી જેલોમાંથી એક હોવાનું જણાવ્યું હતું.
તેઓને સારી શિક્ષણ ટ્રેનિંગ પણ અપાતી નથી. તેમણે એ પણ નિરીક્ષણ કર્યું કે છેલ્લાં કરાયેલાં નિરીક્ષણ પછી અડધાથી વધુ કેદીઓએ જીવ ખોયો હતો. કેટલાયે કેદીઓ ડ્રગ્સના બંધાણી હતા તો કેટલાક પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. આમ હજીયે પરિસ્થિતિ ચિંતાજનક જણાય છે.
નિરીક્ષકે એમ પણ કહ્યું કે જેલમાંના સેલ એક જ કેદી રહી શકે એવા બનાવાયા છે પરંતુ તેમાં બે કેદીઓએ રહેવું પડે છે. શૌચાલયની પણ સારી રીતે સફાઈ કરાતી નથી એમ જણાયું છે. તેમ જ કેદીઓને સેલની બહાર રહેવા ઘણો ઓછો સમય અપાતો હોય છે.
નીરવ મોદીની હોલબોર્નમાંથી મંગળવારે ધરપકડ કરાઈ હતી. જ્યાં તે બૅન્કમાં ખાતું ખોલવા ગયો હતો. બેસ્ટમિંટર અદાલતે તેના સાત દિવસ પહેલાં મોદીની વિરુદ્ધ વૉરન્ટ કાઢ્યું હતું.
ભારતના પ્રત્યાર્પણ માટેના આગ્રહને ધ્યાનમાં રાખીને આ વૉરન્ટ કાઢવામાં આવ્યું હતું. 2018ના ગોટાળાઓ પર્દાફાશ થવા પૂર્વે જ મોદી થોડા મહિના પહેલાં જ ભારતમાંથી ફરાર થઈ ગયો હતો.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer