ક્લાર્કને હરાવી પ્રજનેશ મિયામી માસ્ટર્સના મુખ્ય ડ્રોમાં પહોંચ્યો

ક્લાર્કને હરાવી પ્રજનેશ મિયામી માસ્ટર્સના મુખ્ય ડ્રોમાં પહોંચ્યો
મિયામી, તા. 22 : ભારતના નંબર વન ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરને જે ક્લાર્કને સિધા સેટમાં હરાવીને મિયામી ઓપન માસ્ટર્સના મુખ્ય ડ્રોમાં જગ્યા મેળવી છે. સતત બીજા વર્ષે પ્રજનેશ કોઈ માસ્ટર્સ ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં પહોંચ્યો છે. 
પ્રજનેશે બ્રિટનના ક્લાર્કને 6-4, 6-4થી હરાવ્યો હતો. આ ઉપરાંત થોડા સમય અગાઉ જ પ્રજનેશે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ 84મો ક્રમ મેળવ્યો હતો. હવે મુખ્ય ડ્રોમાં પ્રજનેશનો સામનો સ્પેનના ઝાઉમી મુનાર સામે થશે.  

Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer