શિવસેનાએ મુંબઈના ત્રણેય સાંસદોને ફરી આપી ઉમેદવારી

મુંબઈ, તા. 22 : શિવસેનાએ લોકસભાની 21 બેઠકો માટે આજે બહાર પાડેલી ઉમેદવારોની યાદીમાં મુંબઈના ત્રણેય સંસદસભ્યો અરવિંદ સાવંત, રાહુલ શેવાળે અને ગજાનન કીર્તિકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાલઘર અને સાતારાની બેઠકો માટેના ઉમેદવાર રવિવારે જાહેર કરવામાં આવશે.
પ્રથમ યાદીમાં 21માંથી 19 વર્તમાન સાંસદોને પુન: ઉમેદવારી આપવામાં આવી છે. હિંગોલી અને ઉસ્માનાબાદના ઉમેદવાર બદલવામાં આવ્યા છે. હિંગોલીમાં હેમંત પાટીલને ટિકિટ આપવામાં આવી છે. ઉસ્માનાબાદના સાંસદ રવીન્દ્ર ગાયકવાડને ઉમેદવારી નકારવામાં આવી છે.
રવીન્દ્ર ગાયકવાડને વર્ષ 2017માં વિમાનની ટિકિટ મળી નહોતી એથી તેમણે ઍર ઇન્ડિયાના કર્મચારીની પગરખાં વડે મારપીટ કરી હતી. પછી તેમના પર વિમાનપ્રવાસની બંધી લાદવામાં આવી હતી.
શિવસેનાના ઉમેદવારો (કૌસમાં મતવિસ્તારનું નામ) : (1) અરવિંદ સાવંત (દક્ષિણ મુંબઈ) (2) રાહુલ શેવાળે (દક્ષિણ મધ્ય મુંબઈ) (3) ગજાનન કીર્તિકર (વાયવ્ય મુંબઈ) (4) રાજન વિચારે (થાણે) (5) શ્રીકાંત શિંદે (કલ્યાણ) (6) અનંત ગીતે (રાયગડ) (7) વિનાયક રાઉત (રત્નાગિરિ-સિંધુદુર્ગ) (8) સંજય મંડલિક (કોલ્હાપુર) (9) ધૈર્યશીલ માને (હાતકણગળે) (10) હેમંત ગોડસે (નાશિક) (11) સદાશિવ લોખંડે (શિર્ડી) (12) શિવાજીરાવ આઢળરાવ પાટીલ (શિરૂર) (13) ચંદ્રકાંત ખૈરે (ઔરંગાબાદ) (14) ભાવના ગવળી (યવતમાળ-વાશિમ) (15) પ્રતાપરાવ જાધવ (બુલઢાણા) (16) કૃપાલ તુમાને (રામટેક) (17) આનંદરાવ અડસૂળ (અમરાવતી) (18) સંજય જાધવ (પરભણી) (19) શ્રીરંગ બારણે (માવળ) (20) હેમંત પાટીલ (હિંગોલી) (21) ઓમરાજે નિમ્બાળકર (ઉસ્માનાબાદ).
Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer