રોહિતની ટીમ સામે બીજી જીત મેળવવાનું આરસીબીનું લક્ષ્ય

રોહિતની ટીમ સામે બીજી જીત મેળવવાનું આરસીબીનું લક્ષ્ય
સતત છ મેચમાં હાર બાદ પંજાબ સામે જીતનું ખાતું ખૂલતાં કોહલી એન્ડ કંપની આત્મવિશ્વાસથી ભરપૂર
 
નવી દિલ્હી, તા. 14: આઈપીએલ 2019માં પહેલી જીત મેળવ્યા બાદ હવે બેંગ્લોરની ટીમ આવતીકાલે સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે પણ જીત મેળવવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. સતત છ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી અને ડિવિલિયર્સના અર્ધશતકની મદદથી આરસીબીએ પંજાબ સામે સીઝનની પહેલી જીત નોંધાવી હતી.
બેંગ્લોરની ટીમ કોહલી અને ડિવિલિયર્સ ઉપર વધુ નિર્ભર છે. હવે ટીમની નજર મુંબઈમાં પણ શાનદાર પ્રદર્શન કરીને જીત દોહરાવવા ઉપર છે. જો કે પંજાબ સામે જીત મેળવવા છતાં પણ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. મુંબઈ સામે બેંગ્લોરને પાર્થિવ પટેલ, મોઇન અલી, અક્ષદીપ નાથ, માર્કસ સ્ટોઇનિસ અને કોલિન ડિ ગ્રાન્ડહોમ પાસેથી પણ ઉમદા પ્રદર્શનની આશા છે. આ ઉપરાંત આરસીબીની સૌથી મોટી ક્ષમતા યજુર્વેન્દ્ર ચહલ છે. જેણે 11 વિકેટ લીધી છે. બીજી તરફ રાજસ્થાન સામે ચાર વિકેટે મળેલી હાર બાદ મુંબઈની નજર જીતની રાહે પરત ફરવા ઉપર છે. મુંબઈમાં કેપ્ટન રોહિત શર્મા ઈજામાંથી પરત ફર્યો છે. જ્યારે ક્વિંટન ડિ કોકે પણ અત્યારસુધીમાં 238 રન કર્યા છે. ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ અને કૃણાલ પંડયા પાસે પણ સારાં પ્રદર્શનની આશા છે.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer