પહેલી જીત મેળવી કોહલી અને ડિવિલિયર્સ ભાવુક થયા

પહેલી જીત મેળવી કોહલી અને ડિવિલિયર્સ ભાવુક થયા
નવી દિલ્હી, તા. 14 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે શનિવારે રમાયેલા મેચમાં જીત બાદ આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ ભાવુક થઈ ગયા હતા. જીત મેળવ્યા પછી બન્ને ખેલાડીઓએ ટીમના ચાહકો માટે સંદેશ પણ જારી કર્યો હતો. આરસીબીએ ફેસબૂક ઉપર જારી કરેલા સંદેશમાં કોહલીને ટીમના ચાહકોનો આભાર માન્યો હતો અને આ જીતને ચાહકોને સમર્પિત કરી હતી. કોહલીએ કહ્યું હતું કે, આ જીત વફાદાર ચાહકોને સમર્પિત છે. જેઓએ સતત છ હાર બાદ પણ ટીમને પુરો સાથ આપ્યો હતો. જ્યારે ડિવિલિયર્સે કહ્યું હતું કે, આઈપીએલમાં પહેલી જીત મેળવીને રાહતનો અનુભવ કરી રહ્યા છે.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer